Wednesday, July 13, 2011

facebook ને bye-bye કહ્યું.

કાલ એટલે કે સોમવારે એવી કઈ ખાસ ઘટના નથી બની જેને હું અહિયાં સ્થાન આપી શકું એટલે વાત સીધી મંગળવાર ની...
આજ ના દિવસ નું TITLE જયારે મેં મારા રૂમ પાર્ટનરને કીધું ત્યારે તેઓ ઓ એજ કીધું કે શું મજાક કરે છે. અને આ પણ સીધી વાત છે કે તેઓ ને મજાક લાગે કેમકે જે વ્યક્તિ સવારમાં મોં ધોયા પહેલા facebook ખોલી ને બેસી જતો હોય કે છેક રાતે સુવે ત્યારે બંધ કરે. અને એ વ્યક્તિ જ અચાનક એવી વાત કરે એટલે સ્વાભાવિક છે કે નવાઈ લાગે. પણ ભલે લાગે બીજું શું ?આજ થી facebook ને અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો કપરો નિર્ણય લીધો. અને એનું કારણ છે મારું ATTITUDE . હવે કેમ Attitude આનું કારણ છે એ તો મારા નજીકના ૨-૩ મિત્રો જાણતા હશે. કાલે રાતે ballu ના રૂમ માં રૂમ બંધ કરી ને ચા બનાવ્યો.પણ ધુમાડો એટલો બધો થઇ ગયો કે એના રૂમ પાર્ટનરને બિચારાને ઉલ્ટી થઇ ગઈ અને એ સુઈ ગયો. :) ..................LOL હમણાં બે દિવસથી wi-fi પણ દગો દે છે.  ઈચ્છા હોય તો સીધી રીતે ચાલે .

P.S.-કોઈ પણ વસ્તુ ની કોઈ હદ હોય છે. વાત facebook ની નહિ પરંતુ generally ..ખબર નહિ લોકોને શેનો એટલો બધો ઘમંડ આવી જતો હોય છે. Attitude  હોય તો રાખવા માટે કોઈ ને બતાવવા માટે નહિ. . . .
(12-july-2011)

0 comments:

Post a Comment

 
;