દેશ ક્યાંથી આગળ જાઇ ?? ?
હુ પડ્યો કાદવમાં
સાથે મારો સાબુ,
હુ થયો ચોખ્ખો સાબુથી ,
સાબુને કેમ કરવો ચોખ્ખો ?
ભુલ પડી ડાગલો દોરતા,
સાફ રબરથી કર્યુ.
લીટા છે રબરની ઉપર
સાફ કેનાથી કરવા ?
દિકરો ચડ્યો છે ગેરમાર્ગે ,
મા-બાપની ફરજ છે આજે.
બાપની સાથે દારુ પીવે રોજ,
કોને કહેવો આ મનરોગ ?
દિકરીને જોઇ રોજ આઇબ્રો,
મા નો નથી કોઇ કાયદો.
મા ને જ જોઇ છે રોજ ફેસિયલ
દિકરીનો શુ વાંક સ્પેશિયલ?
દેશ પડ્યો છે ગામને ગારે,
નેતા પડ્યા છે ખુરશીને આરે.
બસ ખાઇ ખાઇ ને બાપ કમાય,
'અક્ષય' કહે આ દેશ ક્યાથી આગળ જાય ?